નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર
સાંસદની ચૂંટણી ફરી વખત લડી રહેલા મોટાભાગના નેતાઓની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો થયો છે ત્યારે મુંબઈની નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઝુકાવનાર પૂનમ મહાજનની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 98 ટકાનો ઘટાડો થયો છે.
પૂનમ મહાજન હાલમાં ભાજપના સાંસદ છે અને તેઓ ભાજપના દિવગંત નેતા પ્રમોદ મહાજનના પુત્રી છે.ગત લોકસભા ચૂંટણી વખતે તેમની સંપત્તિ 108 કરોડ રુપિયા હતી જે હવે ઘટીને 2.20 કરોડ રુપિયા થઈ ગઈ છે.
પૂનમ મહાજને ઉમેદવારીપત્ર ભરતી વખતે જાહેર કરેલી સંપત્તિ પ્રમાણે તેમની પાસે 75 લાખ કેશ છે.બેંકોમાં 22 લાખ રુપિયા છે અને 72 લાખ રુપિયાની એલઆઈસી પોલિસી છે.
પૂનમ મહાજનના પતિ વજેંદલા રાવ પાસે 29650 રુપિયા રોકડા, 13.41 લાખ બેંકમાં અને પોલિસી સ્વરુપે 95 લાખ રુપિયા છે.તેમની પાસે 5.28 લાખ રુપિયાના શેર પણ છે.પૂનમ મહાજનની પુત્રીના નામે બેંકમાં 1.38 લાખ રુપિયા છે.તેમની પાસે 11.07 લાખ રુપિયાની કાર છે.
પૂનમ મહાજનને સંપત્તિમાં થયેલા ઘટાડા અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મારા પતિને ઓટોમોબાઈલ ડિલર તરીકેના બિઝનેસમાં ભારે નુકસાન થયુ છે.દેવુ ચુકવવા માટે અમારે ઘણી પ્રોપર્ટી વેચવી પડી છે.હવે અમારી પાસે માત્ર જીવન વીમા પોલિસીના પૈસા બચ્યા છે.
ગઈ ચૂંટણી વખતે પોતાની સંપત્તિમાં પૂનમ મહાજને ત્રણ ફ્લેટ,પનવેલ પાસે જમીન અને ઓડી કારોનો ઉલ્લેખ કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ul9B9x
via Latest Gujarati News
0 Comments