હિન્દુ ધર્મ સૌથી હિંસક ધર્મ બની ગયો છે, ઉર્મિલા માંતોડકરના નિવેદનથી વિવાદના એંધાણ

નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર

કોંગ્રેસની ટિકિટ પરથી મુંબઈ નોર્થ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલી બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માંતોડકરે એવુ  નિવેદન આપ્યુ છે જેના પગલે વિવાદનો વંટોળ સર્જાયો છે.

ઉર્મિલાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મ પોતાની સહિષ્ણુતા માટે જાણીતો હતો પણ હાલમાં હિન્દુ ધર્મ સૌથી હિંસક ધર્મ બની ગયો છે.નરેન્દ્ર મોદી સરકારના પાંચ વર્ષથી મને સૌથી વધારે નફરત છે.

ઉર્મિલાએ અસહિષ્ણુતાનો રાગ આલાપતા કહ્યુ હતુ કે, ભારતમાં આ પાંચ વર્ષ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અભાવ હતો અને દેશ અરાજકતા તરફ ધકેલાઈ રહ્યો હતો અને લોકોને લાગતુ હતુ કે હિંસા જ એક માત્ર રસ્તો છે.

ઉર્મિલાએ પીએમ મોદીને દેશમાં નફરત અને ધાર્મિક અસહિષ્ણુતાનો માહોલ ઉભો કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. ઉર્મિલા માતોંડકર ગત 27 માર્ચે જ કોંગ્રેસમાં સામેલ થઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJuQyC
via Latest Gujarati News

Post a Comment

0 Comments