પરદા પર કીસીંગ અને ન્યૂડિટી માટે હું બન્યો નથી : સલમાન ખાન


મુંબઇ તા.12  એપ્રિલ 2019, શુક્રવાર

સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે પરદા પર કીસીંગ અને ન્યૂડિટી દેખાડવા માટે હું અભિનેતા બન્યો નથી. મને એ બધું ફાવે નહીં.

'મારી ફિલ્મોમાં તમને રોમાન્સ અચૂક મળશે, પરંતુ એમાં કીસીંગના દ્રશ્યો કે નગ્નતા જોવા નહીં મળે. કેમેરા સામે એવું બધું કરવાનું મને ફાવે નહીં. એ મારા સ્વભાવમાં નથી' એમ સલમાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

એણે ઉમેર્યુ હતું કે આજે પણ પરદા પર કીસનો સીન આવે ત્યારે મને વિચિત્ર લાગણી થાય છે. હું સદા ક્લીન સિનેમાનો આગ્રહી રહ્યો છું. આ બધું જાહેરમાં દેખાડવાનું કે કરવાનું હોતું નથી. જેને કરવું હોય તે ભલે કરે. મને આવું અનુકૂળ નહીં આવે એ હું સ્પષ્ટ કરી દઉં છું. 'મારા બેનર તળે બનતી ફિલ્મો પરિવારના બધા સભ્યો નિઃસંકોચ સાથે બેસીને જોઇ શકે એવી હોય એ બાબતે હું સાવધ છું. એમાં રોમાન્સ હોય, સંવેદનશીલ દ્રશ્યો હોય, એક્શન હોય પણ કીસીંગ કે ન્યૂડિટી ન હોય એ બાબતે હું સજાગ રહીને ફિલ્મો બનાવું છું' એમ સલમાને ઉમેર્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UIJ5Xl
via Latest Gujarati News

Post a Comment

0 Comments