લોસ એંજલ્સ તા.12 એપ્રિલ 2019, શુક્રવાર
હોલિવૂડની ઓસ્કાર વિજેતા સિનિયર અભિનેત્રી જુડી ફોસ્ટરે કહ્યું હતું કે હું 70-80 વર્ષની થઇશ ત્યાં સુધી અભિનય કરતી રહીશ.
માત્ર 27 વર્ષની વયે લિટલ મેન ટેટ (1૯૯1)થી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરનારી આ અભિનેત્રીએ કહ્યું કે દર્શકોએ મારા પર વિશ્વાસ રાખ્યો એે બાબત મારા માટે હું લોકોની ઋણી છું. એમનો વિશ્વાસ મારા માટે ખૂબ મહત્ત્વનો સાબિત થયો.
'હવે હું અભિનેત્રી તરીકે પણ થોડીક સરસ ફિલ્મો કરીશ અને ડાયરેક્ટર તરીકે પણ થોડીક સરસ ફિલ્મો કરવાની છું. મને વધુ રસ ડાયરેક્ટર તરીકે પડે છે પરંતુ અભિનેત્રી તરીકે પણ હું 70-80 વર્ષની થાઉં ત્યાં સુધી અભિનય પણ કરતી રહીશ. હું મારી જાતને ખરેખર ભાગ્યશાળી સમજું છું કે મારામાં રહેલી પ્રતિભાને પિછાણીને મને સાવ નાની વયે ડાયરેક્ટર તરીકે ફિલ્મ બનાવવાની તક કેટલાક લોકોએ આપી. હું એમની પણ આભારી છું' એમ જુડીએ કહ્યું હતું.
તેણે ઉમેર્યું કે માત્ર 27 વર્ષની કોઇ યુવતીને ફિલ્મ બનાવવાની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવા માટે પણ ગજબની હિંમત જોઇએ. હું એમની એ હિંમતને કદી ભૂલી નહીં શકું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KvnCNG
via Latest Gujarati News
0 Comments