ફરહાન સાથેના અફેરથી શિવાનીનો પરિવાર નારાજ છે


મુંબઇ તા. 12 એપ્રિલ 2019 શુક્રવાર

મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તર અને અભિનેત્રી શિવાની દાંડેકરના અફેરથી બંનેના કુટુંબીજનો નારાજ હોવાની વાતો વહેતી થઇ હતી.

ફરહાને પહેલાં પ્રેમલગ્ન અધૂના સાથે કર્યાં હતાં અને બંનેનું લગ્નજીવન લગભગ સોળ સત્તર વર્ષ ચાલ્યું હતું. ફરહાન બે પુત્રીનો પિતા છે. બીજી બાજુ શિવાની સાથેનો એનો અફેર 2018માં ઔપચારિક રીતે જાહેર થયો હતો. 

શિવાની અને ફરહાન જે રીતે જાહેરમાં મોજ કરી રહ્યા છે એ મુદ્દે બંનેના કુટુંબીજનો નારાજ હોવાની વાતો વહેતી થઇ હતી. બંને પરિવાર માને છે કે આ રીતે જાહેરમાં પ્રેમ નો દાખડો કરવાની કશી જરર નથી. પ્રેમ દેખાડો કરવાનો હોતો નથી. ક્યાંક એવું તો નથી ને કે શિવાની એક પ્રકારની અસુરક્ષિતતા અનુભવી રહી છે. એ દુનિયાને દેખાડવા માગે છે કે એની અને ફરહાનની વચ્ચે પ્રેમ છે. 

આમ થવાનું કારણ સમજી શકાય છે. અગાઉ ફરહાનનું નામ  એક કરતાં વધુ અભિનેત્રી સાથે ગાજ્યું હતું અને શ્રદ્ધા કપૂર તો લગ્ન કર્યા વિના એના ઘરે રહેવા પહોંચી ગઇ હતી. ત્યારે શ્રદ્ધાના પિતા અભિનેતા શક્તિ કપૂર પુત્રીને સમજાવીને પોતાને ઘેર પાછી લઇ ગયાં હતાં.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GiAt1t
via Latest Gujarati News

Post a Comment

0 Comments