
નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર
ફેસબુક, ઈંસ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પર અનેક કપલ્સ રોમાન્ટિક ફોટો શેર કરતા હોય છે. બહાર ફરવા ગયા હોય કે કોઈ ખાસ દિવસ હોય કપલ્સ એકબીજા માટે ખાસ મેસેજ સાથે ફોટો શેર કરતા હોય છે. કેટલાક કપલ્સ તો રોજ અલગ અલગ ફોટો શેર કરતા હોય છે. આવા ફોટો જોઈ અન્ય કપલ્સ પણ વિચારમાં પડી જાય છે કે તેમની લાઈફ આવી કેમ નથી. જો કોઈ કપલને પોતાની લાઈફ અધુરી લાગતી હોય તો જાણી લો કે આ રીતે ફોટો શેર કરતા કપલ્સ પોતાના સંબંધમાં અસલામત હોય છે.
નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટી દ્વારા 108 કપલ્સ પર કરવામાં આવેલા સર્વે અનુસાર જે કપલ રોજ કે સપ્તાહમાં બેથી ત્રણવાર સોશિયલ મીડિયા પર પોતાના પાર્ટનરની કે પોતાના સંબંધમાં પ્રેમ દર્શાવવા ફોટો શેર કરે છે તેવા લોકો પોતાના સંબંધને લઈ અસુરક્ષિત હોય છે. તેમના મનમાં પોતાના પાર્ટનરને ખોઈ બેસવાનો, સંબંધ તુટવાનો ભય હોય છે. એટલા માટે તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી પોતાનો પ્રેમ દર્શાવે છે.
આ સર્વે માટે 108 કપલ્સને પસંદ કરવામાં આવ્યા. આ કપલ્સ એવા હતા જેમણે ફેસબુકમાં દર્શાવ્યું હતું કે તેઓ કોઈ સંબંધમાં છે. આ લોકોને 2 સપ્તાહ સુધીનો ટ્રેક રેકોર્ડ બનાવવા કહેવામાં આવ્યું. નિષ્ણાંતોએ તેમની ફેસબુક પ્રોફાઈલને ચકાસી અને આ તારણ રજૂ કર્યું. જે કપલ્સ પોતાના સંબંધમાં કંઈ ખામી હોવાનું અનુભવ છે તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પોતાના સંબંધને સુધારવા માંગે છે.
જો કે એક રીસર્ચ અનુસાર સોશિયલ મીડિયા સંબંધ ખરાબ કરવા માટે જવાબદાર બને છે. તેના કારણે લોકોમાં માનસિક તાણ પણ વધે છે. શોધ દરમિયાન 68 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ સોશિયલ મીડિયા પર પોતાના એક્સ લવરની પ્રોફાઈલ ચેક કરે છે અને જાણવાનો પ્રયત્ન કરે છે કે તેમની લાઈફમાં શું ચાલી રહ્યું છે. એટલે જો હવે કોઈ કપલને સોશિયલ મીડિયા પર ખુશહાલ જીવન જીવતા જુઓ તો ચિંતા ન કરતાં.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PsLGPW
via Latest Gujarati News
0 Comments