
અમદાવાદ, 25 એપ્રિલ 2019, ગુરુવાર
સ્વાસ્થ્ય માટે નાળિયેર લાભકારી છે તે વાત તો તમે જાણતા જ હશો પરંતુ તમે જાણતા નહીં હોય કે વાળમાં નાળિયેર લગાવવાથી વાળની સુંદરતામાં ચારચાંદ લાગી શકે છે. વાળ માટે નાળિયેર જાદૂ સમાન કામ કરે છે. વાળની અનેક સમસ્યાઓને એક નાળિયેર દૂર કરી શકે છે. તો ચાલો આજે જાણી લો કે ઓછા ખર્ચમાં વાળને સુંદર કેવી રીતે બનાવવા.
નાળિયેરનું પાણી વાળને હાઈડ્રેટેડ કરે છે અને સ્કૈલ્પને પોષણ પુરુ પાડે છે. તેનાથી રક્ત પરીભ્રમણ પણ વધે છે. અડધો કપ નાળિયેરનું પાણી લઈ ધીરે ધીરે વાળના મૂળમાં મસાજ કરવી. પાણી વાળમાં લગાવ્યા બાદ 20 મિનિટ સુધી શાવર કેપ પહેરી લેવી અને પછી વાળને શેમ્પૂથી સાફ કરી લેવા. સપ્તાહમાં 3 વાર આ ઉપાય કરવો.
નાળિયેરના પાણીમાં 1 ચમચી લીંબૂનો રસ ઉમેરી અને તેને વાળ પર લગાવવું. 15 મિનિટ વાળમાં આ પાણીને સુકાવા દેવું અને ત્યારબાદ વાળ ધોઈ લેવા. આ ઉપાયથી વાળ ઝડપથી વધશે અને તે એકદમ સુંવાળા થઈ જશે.
નાળિયેરને એલોવેરા જ્યૂસ સાથે પણ લગાવી શકાય છે. આ મિશ્રણથી ડ્રાઈનેસથી મુક્તિ મળે છે. આ મિશ્રણને તમે વાળમાં 3 દિવસ સુધી રાખી પણ શકો છો. તેનાથી વાળના મૂળમાં જામેલી ગંદકી દૂર થઈ જશે. જો વાળમાં ખોડો હોય તો તેમાં એક ચમચી વિનેગર પણ ઉમેરી દેવું.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W1wWKs
via Latest Gujarati News
0 Comments