રાહુલ આઠ વર્ષ પહેલાં બાળક હતા, આજે પણ બાળક છે

થીરુવનંતપુરમ તા.2 એપ્રિલ 2019 મંગળવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આઠ વર્ષ પહેલાં અમૂલ બેબી હતા, આજે પણ અમૂલ બેબી છે. એમણે મેચ્યોર થવાની તાતી જરૂર છે એમ કેરળના સામ્યવાદી નેતા વી એસ અચ્યુતાનંદે કહ્યું હતું.

તેમણે ટ્વીટર પર લખ્યું કે મેં આઠ વર્ષ પહેલાં રાહુલ ગાંધીને અમૂલ બેબી ગણાવ્યા હતા. ત્યારબાદ એ સમયના વહેવા સાથે ઘડાતા જશે એવી મને અપેક્ષા હતી. પરંતુ આજે આઠ વર્ષ પછી પણ રાહુલ અમૂલ બેબી રહ્યા છે. એ બિલકુલ ઘડાયા નથી.

રાહુલે તાજેતરમાં અમેઠી ઉપરાંત વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારબાદ અચ્યુતાનંદે આ લખ્યું હતું. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે રાહુલની છોકરમત હજુ ગઇ નથી. આઠ વર્ષ પહેલાં મેં તેમને અમૂલ બેબી કહ્યા ત્યારે પણ એની પાછળ કારણ હતિું. આજે પણ એજ સ્થિતિ છે. રાહુલ હજુ પણ અમૂલ બેબી છે. દેશ અત્યારે ભાજપ જેવા ભયાનક પરિબળથી ત્રસ્ત છે ત્યારે રાહુલે થોડી મેચ્યોરિટી દેખાડવાની ખાસ જરૂર છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSbp3f
via Latest Gujarati News

Post a Comment

0 Comments