
ન્યૂયોર્ક / મુંબઇ તા.2 એપ્રિલ 2019, મંગળવાર
હોનહાર અભિનેત્રી નર્ગિસ ફખ્રી આજકાલ સ્પેશિયલ ડાયેટ અને વર્ક આઉટ દ્વારા પોતાનું વજન ઘટાડી રહી હોવાની માહિતી મળી હતી.
આ અંગે એને પૂછવામાં આવતાં એણે કહ્યું કે હા, આ વાત સાચી છે. હું મારું વજન ઘટાડી રહી છું. એનાં બે કારણો છે. એેક, મનોરંજન ઉદ્યોગમાં હોવાથી હું સતત લોકોની નજર હેઠળ હોઉં છું. કલાકારના વજનમાં કે અન્ય બાબતોમાં ફરક પડે તો લોકો તરત પકડી પાડે છે અને સોશ્યલ મિડિયા પર એની નોંધ રજૂ કરી દે છે. અમે મનોરંજન ઉદ્યોગમાં હોવાથી સતત લોકનજર હેઠળ હોઇએ છીએ. ફિલ્મો કરીએ કે ન કરીએ પરંતુ વ્યક્તિત્વ જાળવી રાખ્યા વિના છૂટકો નથી.
'હું ખાસ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડાયેટ અને વર્ક આઉટ દ્વારા મારું વજન અને ફિટનેસ જાળવી રાખવા સતત સભાન રહું છું. આ વ્યવસાયમાં ફિટનેસ અત્યંત આવશ્યક છે. તમે ફિટ ન રહો તો સારી ઑફર્સ મળતી નથી' એમ નર્ગિસે કહ્યું હતું.
જો કે એ કોઇ નવી ફિલ્મના પાત્ર માટે વજન ઘટાડી રહી છે કે ફિટનેસ માટે એ જાણી શકાયું નહોતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7d3B7
via Latest Gujarati News
0 Comments