મારે અભિનેત્રી બનવું જ નહોતું, હેમા માલિની કહે છે


મુંબઇ તા.2 એપ્રિલ 2019, મંગળવાર

ડ્રીમ ગર્લના હુલામણા નામે જાણીતી સિનિયર અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું કે હું અભિનેત્રી બનવા માગતી નહોતી. એકાદ બે ફિલ્મો કરીને છોડી દેવાની હતી.

'આ તો એક ડાયરેક્ટરે કરેલા મારા અપમાન બદલ મારે એને દેખાડી દેવું હતું કે હું પણ અભિનય કરી શકું છું. એણે મને ઊતારી પાડતાં કહેલું કે તું કદી અભિનેત્રી બની ન શકે. તારામાં અભિનય પ્રતિભા નથી એટલે મેં ફિલ્મો કરી અને પછી તો જે બન્યું એ ગઇ કાલનો ઇતિહાસ છે' એમ હેેમા માલિનીએ કહ્યું હતું.

એક ડાયરેક્ટરને બતાવી દેવા માટે ફિલ્મો કરનારી હેમા માલિનીએ તાજેતરમાં બોલિવૂડમાં પચાસ વર્ષ પૂરાં કર્યાં. એણે કહ્યંુ કે દુનિયાભરના લોકોને આકર્ષતી ફિલ્મો આપનારા ઉદ્યોગમાં પાંચ દાયકા કામ કરવાની તક મળી એ માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. મેં બોલિવૂડમાં જે કંઇ મેળવ્યું છે તેનાથી પણ મને સંતોષ છે.

હાલ હેમા ભાજપના સાંસદ તરીકે બીઝી છે અને વચ્ચે વચ્ચે સારા રોલની ઑફર મળે તો કામ કરે છે. સાથોસાથ એ પોતાના ક્લાસિકલ ડાન્સના પણ પોગ્રામ્સ કરતી રહે છે



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UhHlEf
via Latest Gujarati News

Post a Comment

0 Comments