એ મારો નિર્ણય નહોતો, લોકોની ઇચ્છા હતી

નવી દિલ્હી તા.2 એપ્રિલ 2019 મંગળવાર

બસપા પ્રમુખ માયાવતીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં એવો દાવો કર્યો હતેા કે ઉત્તર પ્રદેશમાં હાથીઓની મૂર્તિ સ્થાપવાનો  નિર્ણય મારો નહોતો. એ તો લોકોની ઇચ્છા હતી. હું લોકોની ઇચ્છાનો અનાદર શી રીતે કરી શકું 

માયાવતી મુખ્ય પ્રધાન હતાં ત્યારે હાથીઓની મૂર્તિઓ સ્થાપવા પાછળ પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા હતા એવા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટે માયાવતી પાસે ખુલાસો માગ્યો હતો. માયાવતીએ આજે સુપ્રીમમાં રજૂ કરેલી એફિડેવિટમાં એવો દાવો કર્યો હતો કે આ નિર્ણય સમગ્ર વિધાનસભાનો હતો. વિધાનસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી છે. વિધાનસભાએ  લીધેલો નિર્ણય લોકાની ઇચ્છા સમાન હતો. મુખ્ય પ્રધાન તરીકે લોકોની ઇચ્છાનો અમલ કરવાની મારી ફરજ હતી એટલે મેં હાથીઓની મૂર્તિઓ પાછળ ખર્ચ કર્યો હતો.

આની પહેલાંની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે માયાવતીને કહ્યું હતું કે હાથીઓની મૂર્તિઓ પાછળ થયેલા ખર્ચના નાણાં તમારે સરકારી તિજોરીમાં જમા કરાવવા પડશે. કેસ હજુ ચાલુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JXK7KL
via Latest Gujarati News

Post a Comment

0 Comments