
લોસ એંજલ્સ તા.2 એપ્રિલ 2019, મંગળવાર
હોલિવૂડના મોખરાના અભિનેતા જય કોર્ટનીએ એવા સમાચારને સમર્થન આપ્યું હતું કે સૂસાઇડ સ્ક્વોડની સિક્વલમાં પણ હું મારો કેપ્ટન બૂમરેંગનો રોલ રિપિટ કરવાનો છું.
ગાર્ડિયન્સ ઑફ ગેલેક્સીના ડાયરેક્ટર તરીકે વધુ જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ ગન સૂસાઇડ સ્ક્વોડની સિક્વલ પણ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમણે કહ્યું કે અમે આવતા થોડા મહિનામાં સૂસાઇડ સ્ક્વોડની સિક્વલને ફ્લોર પર લઇ જવાની તૈયારી કરી રહ્યા છીએ.
કોર્ટનીએ આ સમાચારને સમર્થન આપ્યું પરંતુ વધુ કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. એણે કહ્યું કે હું માત્ર મારા પાત્ર વિશે બોલી શકું. એથી વધુ મને કંઇ કહેવાની પરવાનગી નથી. કેપ્ટન બૂમરેંગ તરીકે હું જરૂર પાછો ફરીશ.
બિઝનેસ ઇનસાઇડરને આપેલી મુલાકાતમાં કોર્ટની બોલી રહ્યો હતો. 2016માં રજૂ થયેલી સૂસાઇડ સ્ક્વોડ હિટ નીવડી હતી. એમાં કોર્ટની ઉપરાંત હાર્લે ક્વીનના રોલમાં માર્ગોટ રોબી ચમક્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YJVOYE
via Latest Gujarati News
0 Comments