
પૃથ્વી પર પશ્ચીમ પ્રશાંત મહાસાગરમાં મારિયાના ટ્રેંચ ૧૧૦૦૦ કિમી ઉંડાઇ ધરાવે છે. આ સૌથી ઉંડો વિસ્તાર ગણાતા ટ્રેંચ પર તેલનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જીવાણુંઓની શોધ થઇ છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આ શોધના કારણે પાણીમાં સ્થાઇ રીતે જમા થયેલા તેલને દૂર કરવામાં મદદ મળશે.
આ સંશોધનનું નેતૃત્વ ચીનની ઓશન યૂનિવર્સિટીના શિયો હુઆ ઝાંગના જણાવ્યા અનુસાર મારિયાના ટ્રેંચ એવો રહસ્યમય વિસ્તાર છે જેના કરતા તો આપણને મંગળ વિશે વધારે જાણીએ છીએ. મેરિયાના ટ્રેંચ પર વિશિષ્ટ પરીસ્થિતિમાં રહેતા જીવો વિશે ઘણું જાણવાનું બાકી છે. બ્રિટનના ઇસ્ટ એગ્લિયા યૂનિવર્સિટીના સંશોધક જોનાથન ટોડ તેમની ટીમ સાથે મારિયાના ટ્રેંચના સૌથી ઉંડા ભાગના માઇક્રોબિયલ જીવાણુના નમૂના લેવા માટે ગયા હતા.
આ નમૂનાઓ પર સંશોધન કરતા હાઇડ્રો કાર્બન ડિગ્રેડિંગ બેકટેરિયાના એક નવા સમૂહ મળી આવ્યો હતો.હાઇડ્રો કાર્બન એ કાર્બનિક સંયોજન છે જે હાઇડ્રોજન અને કાર્બન પરમાણુંથી બનેલા હોય છે. આ કાચું તેલ અને પ્રાકૃતિક ગેસ સહિતના અનેક સ્થળોએ મળી આવે છે. આ પ્રકારના સુક્ષ્મ જીવાણુંઓ તેલમાં રહેલા સંયોજનને ખોરાક બનાવે છે ત્યાર પછી તેનો ઇંઘણ તરીકે ઉપયોગ કરે છે.અ ા પ્રકારના સુક્ષ્મ જીવ કુદરતી રીતે પાણીમાં ભળેલા તેલને છુટું પાડવામાં મહત્વના સાબીત થઇ શકે તેમ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pl4LTW
via Latest Gujarati News
0 Comments