અમેરિકામાં કોલ સેન્ટર કૌભાંડમાં ગુજરાતી મૂળના યુવકને સાડા આઠ વર્ષની જેલ


(પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 20 એપ્રિલ 2019, શનિવાર

અમેરિકામાં લોકો સાથે ફ્રોડ-છેતરપીંડી કરવા ષડયંત્ર ઘડનાર કોલ સેન્ટર કૌભાંડમાં મુખ્ય ભાગ ભજનાર ગુજરાતી મૂળની એક વ્યક્તિને ફેડરલ કોર્ટે સાડા આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી.

 27 વર્ષનો હેમલ કુમાર શાહે 28 જાન્યુઆરીમાં જ પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી. કોલ સેન્ટર છેતરપીંડી  કેસમાં જેલ જનાર હેમલ કુમાર શાહ બીજો ગુજરાતી છે. શાહની સજાના ભાગરૃપે ફલોરિડાની કોર્ટે 80 હજાર ડોલરનો કેસ પણ દાખલ કર્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, 2014થી 2016 સુધી શાહે તેના  અમેરિકાસ્થિત ગુનેગારો અને ભારત ખાતે આવેલા કોલ સેન્ટરો દ્વારા પોતાની જાતને આઇઆરએસના ઓફિસર અથવા તો તમારે એજન્સીને આટલા ડોલર આપવાના છે તેવું કહીને અનેક વખતે ખંડણી માગી હતી.તેઓ ધમકી પણ આપતા હતા કે જો તમે આ રકમ તાત્કાલિક નહીં ભરો તો તમારી ધરપકડ કરાશે.

છેતરપીંડી કરનારાઓ ધાક ધમકીથી બેંકમાં પૈસા જમા કારવ્યા પછી વિવિધ તરકીબોથી એ રકમ ઉપાડી લેતા હતા.

તેઓ રનરને ભોગ બનનારના નામ અને રહેઠાણ આપતાં અને પૈસા ભેગાકરતા હતા.અગાઉ પણ કોલસેન્ટર કૌભાંડમાં ચાર અન્યોની ધરપકડ કરાઇ હતી. 25 માર્ચે એલેજાન્દ્રો ઝુઆરેઝને ફેટરલ કોર્ટે પંદર મહિનાની સજા આપી હતી અને નીતીશ ખઉણઆરનએ આઠ વર્ષ અને છ મહિનાની સજા મળી હતી. ઉપરાંત શરવિલ પટેલ અને બ્રેન્ડા ડોઝીયરને સજા સંભળાવવાની બાકી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gm3Sqk
via Latest Gujarati News

Post a Comment

0 Comments