
હરિદ્વાર, તા. 06 એપ્રિલ 2019, શનિવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી અડવાણીને લઇને નરેન્દ્ર મોદીને નિશાને લીધાં છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, નરેન્દ્ર મોદીજી ધર્મની વાત કરે છે. હિંદૂ ધર્મની વાત કરે છે. હિંદૂ ધર્મ સૌથી જરૂરી ચી ગુરુ હોય છે. અડવાણીજી નરેન્દ્ર મોદીના ગુરુ છે. અડવાણીજીની હાલત જોઇ છે તમે, અડવાણીજીને સ્ટેજમાંથી લાત મારીને ઉતારી દીધાં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિદ્વારથી લોકસભાની સીટ પરના ઉમેદવાર અંબરિશ કુમારના સમર્થનમાં જનસભા સંબોધિત કરી. તેમણે કહ્યું, અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, નીરવ મોદી લાખો રૂપિયા લઇને ભગી ગયા. તેમજ આ સભામાં તેમણે 'ચોકીદાર ચોર હૈ'ના નારા પણ લગાવ્યા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uRW5eG
via Latest Gujarati News
0 Comments