પ્રફુલ્લ પટેલ બન્યા FIFA કાઉન્સિલના પહેલા ભારતીય સભ્ય


નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2019, શનિવાર

ફુટબોલની મુખ્ય સંસ્થા FIFA કાઉન્સિલના સભ્ય તરીકે પ્રફુલ્લ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ આ પદ પર પસંદ થનારા પહેલા ભારતીય છે. અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ પ્રફલ્લ પટેલને 46 માંથી 38 મત મળ્યા. મલેશિયાના ક્વાલાલંપુરમાં આયોજીત 29મી એશિયન ફુટબોલ ફેડરેશન કોંગ્રેસની બેઠકમાં તેમને સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા.

આ બેઠકમાં પ્રફલ્લ પટેલ સહિત કુલ પાંચ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા. આ સિવાય AFCના અધ્યક્ષ અને એક મહિલા સભ્યને પણ પસંદ કરવામાં આવ્યા. તેમને કાર્યકાળ 2019 થી 2023 સુધી રહેશે. આ પદ પર ચૂંટાયા બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, હું AFCના તમામ સભ્યોનો આભાર માનું છું જેણે મને આ પદ માટે યોગ્ય સમજ્યો. FIFA કાઉન્સિલના સભ્ય તરીકેની જવાબદારી ખૂબ મોટી છે. હું નહી માત્ર મારા દેશનું પરંતુ સમગ્ર મહાદ્વિપનું પ્રતિનિધિત્વ કરીશ. એશિયા ફુટૂબોલની પ્રગતિ પર પોતાનો વિશ્વાસ દર્શાવવા માટે તમારો આભાર માનું છું.


from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uMj0YE
via Latest Gujarati News

Post a Comment

0 Comments