નવી દિલ્હી, તા. 16. એપ્રિલ 2019 ગુરુવાર
તમામ મોદી ચોર હોય છે તેવુ નિવેદન કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફસાયા છે.બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો દાખલ કરવાની જાહેરાત કરી હતી અને તેમણે આજે પટણા કોર્ટમાં માનહાનિનો કેસ કરી પણ દીધો છે.
સુશીલ મોદી રાહુલ ગાંધીના એ નિવેદનથી નારાજ છે જેમાં તેમણે મોદી અટક ધરાવતા તમામ લોકોને ચોર કહ્યા હતા.
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં યોજાયેલી એક સભામાં કહ્યુ હતુ કે, ચોકીદાર 100 ટકા ચોર છે.તમામ ચોકીદારોના ઉપમાન મોદી કેમ હોય છે.નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, આ તમામની ટોળકી છે.મારો સવાલ છે કે, તમામ ચોરોના ઉપમાન મોદી કેમ છે?
જેની સામે સુશિલ મોદીનુ કહેવુ છે કે, રાહુલ ગાંધીનુ નિવેદન મોદી અટક ધરાવતા તમામ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડનારુ છે.આ નિવેદન થકી મોદી અટક ધરાવતા તમામ લોકોને રાહુલે ચોર કહ્યા છે.સમાજમાં તેમની છાપ પણ ખરાબ થઈ છે.આ એક અપરાધિક કૃત્ય છે જેની સજા રાહુલ ગાંધીને મળવી જોઈએ.
સુશીલ મોદીએ આ મામલામાં ત્રણ સાક્ષીઓને પણ રજૂ કર્યા છે અને કોર્ટને અપીલ કરી છે કે, રાહુલ ગાંધીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DjeUvM
via Latest Gujarati News
0 Comments