હવે શ્વાસોચ્છવાસ દ્વારા કીમોથેરપી અપાશે, ઇંજેક્શન આપવાની જરૂર નહીં રહે

ક્વીન્સલેન્ડ તા.18 એપ્રિલ 2019 ગુરૂવાર

ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાં થયેલા સફળ પ્રયોગો દ્વારા વિજ્ઞાનીઓએ એવી જાહેરાત કરી હતી કે હવે પછી ફેફસાંના કેન્સરમાં ઇંજેક્શનને બદલે શ્વાસોચ્છવાસથી કીમોથેરપી આપી શકાશે.

કેન્સરની સારવાર બાબતમાં આ એક બહુ મોટી શોધ થઇ હોવાનો વિજ્ઞાનીઓનો દાવો છે. દુનિયાભરમાં એક યા બીજા કારણે દિવસે દિવસે કેન્સરના કેસ વધતા જાય છે.

ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના ઔષધીય વિભાગના વડા ડૉક્ટર નજરૂલ ઇસ્લામે આ માહિતી આપતાં કહ્યું હતું કે શરદી થાય ત્યારે આપણે ઔષધ યુક્ત ઇન્હેલર વાપરીએ છીએ. ફેફસાંના કેન્સરની સારવાર પણ હવે પછી ઇન્હેલર દ્વારા આપવાની દિશામાં અમે સફળ સંશોધન કર્યું છે.

ઇન્હેલરની મદદથી કીમોથેરપી આપવાની દિશામાં અમે કામિયાબી મેળવી છે. અન્ય કેન્સરની તુલનાએ ફેફસાંના કેન્સરના કેસ વધી રહ્યા છે ત્યારે આ સારવાર વધુ ઉપયોગી સાબિત થશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vc70Qq
via Latest Gujarati News

Post a Comment

0 Comments