ઇસ્લામાબાદ તા. 18 એપ્રિલ 2019 ગુરૂવાર
ભારતના ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે લીધેલા 49 માણસના ભોગ પછી પાકિસ્તાનના સિંઘ અને પંજાબ પ્રાંતમાં પણ વોવાઝોડા અને વરસાદે 30 વ્યક્તિનો ભોગ લીધો હતો.
પાક મિડિયાના અહેવાલ મુજબ આશરે 135 વ્યક્તિને નાની મોટી ઇજા પણ થઇ હતી. પલટાયેલા હવામાને પાકિસ્તાનમાં પણ હાહાકાર વર્તાવ્યો હતો. પાકિસ્તાનના નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ ખૈબર પખ્તુનવામાં તેર, બલુચિસ્તાનમાં અગિયાર, પંજાબમા દસ અને સિંઘમાં પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
ડૉન અખબારના એક રિપોર્ટ મુજબ છેલ્લા થોડા દિવસથી પાકિસ્તાનના પશ્ચિમ, મધ્ય પૂર્વ અને પૂર્વ વિસંતારમાં વચ્ચે વચ્ચે ઝાપટાં પડે છે કેટલાક વિસ્તારોમાં જમીન ધસી પડવાથી અને પૂરને કારણે સડકો તથા મકાનો પડી ગયાં હતાં. સડકો પર એટલા બધા ખાડા પડી ગયા હતા કે વાહન વ્યવહારને ખૂબ પ્રતિકૂળ અસર થઇ હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xo917Y
via Latest Gujarati News
0 Comments