કોંગ્રેસ પક્ષ ગુંડાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી

નવી દિલ્હી તા.18 એપ્રિલ 2019 ગુરૂવાર

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ ગુંડાઓને ઊંચી પદવી અને પીઠબળ આપી રહ્યો હતો. પ્રિયંકાએ ટ્વીટર પર લખ્યું હતું કે પક્ષમાં જે લોકો પ્રમાણિકતાથી પરસેવો પાડીને કામ કરી રહ્યા છે એમને બદલે ગુંડાઓને વધુ મહત્ત્વ અપાઇ રહ્યું છે. 

પ્રિયંકાએ લખ્યું કે મેં પક્ષ માટે ગાળો ખાધી છે અને અપમાનો સહન કર્યાં છે પરંતુ એના બદલામાં મને મારાજ પક્ષના નેતાઓ તરફથી ધાકધમકી અને છેડછાડ સહન કરવી પડી છે.

આમ લખવાનું કારણ પ્રિયંકાને પોતાને થયેલો ખરાબ અનુભવ છે. 2018ના સપ્ટેંબરની 1લીએ પ્રિયંકા મથુરામાં રાફેલ ડીલ અંગે મિડિયાને સંબોધવા ગઇ હતી. આ પ્રસંગે કોંગ્રેસના જ કહેવાતા નેતાઓએ એની છેડછાડ કરી હતી. એથી પ્રિયંકા ડઘાઇ ગઇ હતી અને એણે મોવડી મંડળને ફરિયાદ પણ કરી હતી. પરંતુ ચૂંટણી માથા પર હોવાથી મોવડી મંડળે જવાબદારો સામે પગલાં લીધાં નહોતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GiGKJi
via Latest Gujarati News

Post a Comment

0 Comments