વિશ્વ ધરોહર દિવસ 2019: આજના દિવસે આ જગ્યાઓ પર ફરી શકો છો ટિકિટ વિના


નવી દિલ્હી, 18 એપ્રિલ 2019, ગુરુવાર

18 એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે પુરાતત્વ વિભાગએ ઐતિહાસિક સ્થળોની મુલાકાતને નિશુલ્ક રાખી છે. એટલે કે 18 એપ્રિલના રોજ જો તમે તાજમહેલ, લાલ કિલા, કુતુબ મીનાર જેવી દેશની ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશો તો તમને ફ્રી એન્ટ્રીનો લાભ મળશે. આ જગ્યાઓ પર ફરવા માટે આજના ખાસ દિવસે તમારી કોઈ કિમત ચુકવવી પડશે નહીં. 

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અનુસાર 18 એપ્રિલના રોજ દેશના તમામ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેનાર વ્યક્તિ પાસેથી ટિકિટ લેવામાં નહીં આવે. આ સ્થળોમાં આગરા, ઔરંગાબાદ, બૈંગલોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચૈન્નઈ, દિલ્હી, ધારવાડ અને ગોવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સ્થળે સામાન્ય દિવસોમાં ટિકિટનો ખર્ચ કરવો પડે છે. 

18 એપ્રિલને દુનિયાભરમાં વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ શરૂઆત 1982માં થઈ હતી. જો કે યૂનેસ્કોએ 1983માં તેને માન્યતા આપી હતી. યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ભારતના 37 સ્થળનો સમાવેશ કર્યો છે. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSUYXK
via Latest Gujarati News

Post a Comment

0 Comments