બુરખાની આડમાં થઈ રહ્યુ છે બોગસ વોટિંગ, ભાજપ સાંસદનો ગંભીર આરોપ


નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના આજે ચાલી રહેલા મતદાન દરમિયાન યુપીમાં ફરી એક વખત બુરખાની આડમાં બોગસ વોટિંગનો આરોપ ભાજપે મુક્યો છે.

યુપીમાં અમરોહા બેઠક પર હાલના સાંસદ અને ભાજપના ઉમેદવાર કંવરસિંહ તંવરે ચૂંટણી પંચને આરોપીના કઠેડામાં ઉભુ કરી દીધુ છે.તેમણે આરોપ મુક્યો છે કે, બુરખો પહેરીને મતદાન કરવા આવનાર મહિલાઓનુ ચેકિંગ નથી કરાઈ રહ્યુ

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અમરોહમાં ઘણી જગ્યાએ બોગસ વોટિંગ થઈ રહ્યુ છે.પોલિંગ બૂથમાં મોજૂદ સમર્થકો દ્વારા મને જાણકારી મળી રહી છે.મને તો એવુ પણ સાંભળવા મળ્યુ છે કે, બુરખો પહેરીને વોટ કરવા આવેલો એક પુરુષ પકડાયો છે.

પહેલા તબક્કાના મતદાન દરમિયાન પણ ભાજપના ઉમેદવારે મુઝ્ઝફરનગરમાં બુરખો પહેરીને પુરુષો બોગસ વોટિંગ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xn673G
via Latest Gujarati News

Post a Comment

0 Comments