
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
ભાજપમાં જોડાયેલા ક્રિકેટર ગૌતમ ગંભીરે પૂર્વીય દિલ્હી બેઠક પરના પોતાના પ્રતિસ્પર્ધી દ્વારા લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. આપ ઉમેદવાર આતિશીના પોતે બે મતદાર ઓળખ પત્ર ધરાવતા હોવાના દાવાને ગંભીરે પાયાવિહોણો ગણાવ્યો છે.
બે મતદાર ઓળખપત્રો ધરાવતા હોવાના આરોપ મામલે પૂર્વીય દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર આમ આદમી પાર્ટીને વળતો જવાબ આપ્યો છે.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમે પોતે માત્ર એક જ મતદાર ઓળખ પત્ર ધરાવે છે તેવી સ્પષ્ટતા કરી હતી અને સાથે જ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પાસે કોઈ પ્રજાલક્ષી દૃષ્ટિ ન હોવાના કારણે તે નકારાત્મક રાજનીતિ રમે છે તેવો દાવો કર્યો હતો.
લોકસભા ચૂંટણીમાં ગૌતમ ગંભીરે પૂર્વીય દિલ્હી બેઠક પર આપ ઉમેદવાર આતિશી સામે ઉમેદવારી નોંધાવેલી છે. આતિશીએ ગૌતમ રાજેન્દર નગર અને કારોલબાગ એમ બે સ્થળના મતદાર ઓળખ પત્ર ધરાવતો હોવાનો દાવો કર્યો હતો જેનું ગંભીરે ખંડન કર્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ULiFzO
via Latest Gujarati News
0 Comments