શ્રુતિ હાસન અને માઇકલ કોરસેલનું બ્રેકઅપ થઇ ગયું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  26 એપ્રિલ 2019, શુક્રવાર

શ્રુતિ હાસન અને માઇકલ કોરસેલ છેલ્લા બે વરસથી ડેટ કરી રહ્યા હતા. પરંતુ હવે અચનાક તેમના માર્ગ જુદા થઇ ગયા હોવાની વાત બહાર આવી છે. તેમના સંબંધો ક્યા કારણોસર તૂટી ગયા તે જાણવા મળ્યું નથી, પરંતુ લોકો પોતપોતાની રીતે અટકળો બાંધી રહ્યા છે. 

શ્રુતિ છેલ્લા બે વરસથી ઇટાલિયન યુવક માઇકલને ડેટ કરી રહી હતી. ૨૦૧૬ની સાલથી બન્ને રિલેશનશિપમાં હતા. ૨૮ જાન્યુઆરીએ શ્રુતિનો ૩૩મો જન્મદિવસ હતો ત્યારે પણ આ યુગલ લોસ એન્જલસમાં સાથે દેખાયું હતું. ગયા મહિના સુધી બન્ને વચ્ચે ઠીકઠાક ચાલી રહ્યાની વાત હતી. પરંતુ અચાનક જ બ્રેકઅપ થઇ જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. 

ગયા મહિને માઇકલે શ્રુતિ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે શ્રુતિને પોતાની ગર્લફ્રેન્ડ કહી હતી. એક નજીકના સૂત્રના અનુસાર, બન્ને લગભગ એક  મહિના પહેલા જ આપસી સમંતિથી છુટા પડી ગયા છે. તેમની વચ્ચે કોઇ મનદુઃખ નથી. બ્રેકઅપ બાદ પણ બન્ને સારા મિત્રો બનીને રહેવાના છે. 

શ્રુતિ અને માઇકલની મુલાકાત એક  કોમન ફ્રેન્ડ દ્વારા લંડનમાં થઇ હતી. ત્યાર બાદ બન્ને એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. માઇકલ આ દરમિયાન વારંવાર ભારતની મુલાકાતે આવ્યો હતો. તેણે શ્રુતિના પિતા કમલ હાસનની ફિલ્મ 'વિશ્વરુપમ  ટુ'માં રશિયાના સોલ્જરની ભૂમિકા નિભાવી હતી. બ્રેકઅપ બાદ શ્રુતિએ સોશિયલ મીડિયા પરથીમાઇકલ સાથેની  થોડી પોસ્ટ ડિલીટ કરી નાખી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UKMPmQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments