(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
સલમાન ખાન-આમિર ખાન અને શાહરૂખ ખાનની મિત્રતા બોલીવૂડમાં ચર્ચાને પાત્ર છે. તાજેતરમાં આ ખાન ત્રિપુટીએ મીટિંગ કરી હતી. જોકે કયા મુદ્દા પર તેઓ ભેગા થયા હતા તે ખાનગી રાખવામાં આવ્યું છે. જોકે એવી અટકળ છે કે, આ ત્રિપુટી એકબીજાની કારકિર્દી બચાવવા માટે એક બિગ બજેટ પ્રોજેક્ટ માટે ભેગી થઇ હતી.
શાહરૂખ ખાનના બાંદરાના બેન્ડસ્ટેન્ડના 'મન્નત' બંગલે સલમાન, આમિર અને શાહરૂખ ભેગા થયા હતા. આ મીટિંગની જાણ તેમણે મીડિયાને થવા દીધી નહોતી. ત્રણેય ભેગા થઇને કારકિર્દીને લઇન ેવાતચીત કરી હોવાનું મનાય છે. આ મુલાકાત સાંંજના સમયે થઇ હતી અને લગભગ રાતના આઠ વાગ્યા સુધી ચાલી હતી.જેમાં તેમણે મનપસંદ વાનગી અને ડ્રિન્કનો પણ સાથે આનંદ માણ્યો હતો. જોકે આ મુલાકાત પાછળ કદાચ ખાન ત્રિપુટી એક પ્રોજેક્ટમાં સાથે આવવાની હોય તેવું પણ મનાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સલમાન-આમિર અને શાહરૂખ ખાનની કારકિર્દી હાલ ટ્રેક પર નથી. ત્રણેયની ગયા વરસે બિગ બજેટ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી.
ત્યાર બાદ આમિર અન ેશાહરૂખ ગંભીરતાથી નવા પ્રોજેકટની પસંદગી કરી રહ્યા છે. શાહરૂખે હજી સુધી એક પણ ફિલ્મ સાઈન કરી નથી. સલમાનની 'ભારત' જલદી જ રીલિઝ થવાની છે જ્યારે આમિરની આગામી ફિલ્મ 'લાલ સિંહા ચઢ્ઢા' છે જે ૧૯૯૪માં આવેલી હોલીવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની રીમેક હશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UFY9k9
via Latest Gujarati News
0 Comments