મુંબઈના ડબાવાળા છ દિવસની રજા પરઃસોમવારથી ડબા સેવા બંધ રહેશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.  11 એપ્રિલ 2019, ગુરુવાર

શહેરમાં લોકોને સમયસર ડબા પહોંચાડનારા મુંબઈના ડબાવાલા આવનારી ૧૫ એપ્રિલથી છ દિવસ રજા પર જવાના છે, જેના લીધે ડબા લેતાં મુંબઈગરાએ પોતાની સુવિધા કરવી પડશે.

ડબાવાળા જે ગામથી મુંબઈ આવ્યાં છે તે ગામ મુળશી, માવળ, ખેડ, આબેગાવ, જુન્નર, પુણે, આકોલા, સંગમનેર વિસ્તારના છે. હાલમાં આ જિલ્લામાં યાત્રાના દિવસ શરૂ છે. યાત્રા માટે મુંબઈના ડબાવાળા ગામ જતાં હોય છે, જેના લીધે ડબાવાળાએ સોમવારે ૧૫ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી મુંબઈમાં ડબો પહોંચાડવાની સુવિધા બંધ કરી છે.

છ દિવસની રજામાં મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઇડે આ બે સરકારી રજા છે. આ બે રજામાં છ દિવસની રજા બાદ કરીએ તો ખરા અર્થમાં ડબાવાળા ચાર દિવસની રજા પર જશે.

રજા બાદ ૨૨ એપ્રિલથી સવારથી ફરી પોતાના નિર્ધારિત સમય પર તેઓ કામ પર હાજર થઈ જશે. ઉનાળાની રજા દરમિયાન મોટાભાગની સ્કૂલ, કોલેજ, સરકારી અને ખાનગી કંપનીના કર્મચારીઓ રજા પર જતાં હોય છે, જેના લીધે ડબાવાળાની પણ સેવા અમુક પ્રમાણમાં બંધ જ છે. પરંતુ ડબાવાળા રજા પર જતાં અમુક ગ્રાહકોને મુશ્કેલી થશે. તે બદ્દલ ડબાવાળા અસોસિએશન તરફથી દિલગીરી વ્યક્ત કરવામા આવી છે. તેમ જ ગ્રાહકોએ ડબાવાળાનો પગાર કાપવો નહીં એવી માગણી પણ મુંબઈના ડબાવાળા અસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkKquf
via Latest Gujarati News

Post a Comment

0 Comments