ગઢચિરોલીમાં મતદાન વખતે જ નક્સલવાદીઓએ વિસ્ફોટ કર્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 11 એપ્રિલ 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના મતદાન સમયે જ આજે ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ વિસ્ફોટ કરતા સનસનાટી ફેલાય ગઇ હતી. આ  ધડાકાના લીધે મતદારોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સદનસીબે બ્લાસ્ટમાં કોઇ જાનહાની થઇ નહોતી.

નોધનિય છે કે ગઢચિરોલીના અટાપલ્લીમાં ગટ્ટા ભાગમાં ગઇકાલે સાંજે ચૂંટણી પંચના અધિકારીના માર્ગમાં નક્સલવાદીઓએ આઇડી સ્ફોટ કર્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓ સાથે સીઆરપીએફની ૧૯૧ બટાલિયાનના જવાનો હતા. વિસ્ફોટમાં બે જવાન જખમી થયો હતા. આ સ્ફોટ બાદ ગઢચિરોલીમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ગઢચિરોલીમાં આજે મતદાનના સમયે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તેની દેખરેખ રાખવામાં આવી રહી હતી.

ગઢચિરોલીમાં જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યું હતું. પણ સવારે વાઘેઝરી મતદાન કેન્દ્ર પાસે નક્સલવાદીઓએ જમીમાં સુરંગ ગોઠવીને સ્ફોટ કર્યો હતો. આ સ્ફોટમાં કોઇને ઇજા થઇ નહોતી પણ મતદારોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલમાં છતીસગઢમાં નક્સલવાદીઓએ ભાજપની પ્રચાર રેલીને નિશાન બનાવી હુમલો કરતા એક ધારાસભ્યનું મોત થયું હતું. જ્યારે ચાર જવાન શહીદ થયા હતાં. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UwOhye
via Latest Gujarati News

Post a Comment

0 Comments