(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 11 એપ્રિલ 2019, ગુુરુવા
ફિલ્મ અને કલાજગતના આશરે ૯૦૦ કલાકારો ભાજપના સમર્થનમાં 'મજબૂત સરકાર' જરૂર છે, નહીં કે 'મજબૂર સરકાર' એમ કહીને આગળ આવ્યા છે.
દરમિયાન આ પહેલા દેશના લગભગ ૮૦૦ રંગભૂમિના બુદ્ધિજીવીઓ અને ફિલ્મ હસ્તીઓએ પત્ર લખીને વર્તમાન સરકાર વિરુદ્ધ મતદાન કરતી અપીલ કરી હતી.
જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવું કે નહીં તે બાબતે બે જૂથ પડી ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવાની અપીલ કરતા પત્ર પર કુલ ૯૦૭ કલાકારોના નામ છે. એમાં પંડિત જસરાજ, અનુરાધા પૌડવાલ, ઉસ્તાદ ગુલામ મુસ્તફાખાન, વિવેક ઓબેરોય, શંકર મહાદેવન, હંસરાજ હંસ અને કોયના મિત્રા મુખ્ય છે.
જ્યારે મોદી વિરુદ્ધ અપીલ કરનારામાં ૮૦૦ કલાકાર પૈકી નસીરુદ્દીન શાહ, અમોલ પારેકર, ગિરીશ કર્નાડ અને ઉષા ગાંગુલીનો સમાવેશ છે. તેઓનું કહેવું છે કે ભાજપ નફરત ફેલાવે છે.
નિષ્ણાતોના મુજબ વર્તમાન સરકાર બાબતે કલાકારોમાં મોટું વિભાજન દેખાય રહ્યું છે, કારણ કે મોદી બોલીવૂડ ફ્રેન્ડલી વડા પ્રધાન હોવાનું નજરે પડે છે. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમની મોટી સંખ્યામાં સમર્થક છે, એવું જામવા મળ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G1psjy
via Latest Gujarati News
0 Comments