- સોલાપુરમાં જાહેરસભામાં પાછી આવી રહેલી મહિલા કોન્સ્ટેબલની બાઇકને અકસ્માત નડયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 11 એપ્રિલ 2019, ગુરુવાર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સભામાં સુરક્ષા વ્યવસ્થા માટે આવેલી મહિલા પોલીસનું સોલાપુરમાં અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
સોલાપુર ગ્રામિણમાં ૨૬ વર્ષીય આરતી સાબળે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજના ઉમેદવારની પ્રચાર માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અક્કલકોટ આવ્યા હતા. અહીં ફડણવીસની જાહેરસભા હતી. આથી પોલીસ બંદોબસ્ત માટે આરતી અહીં આવી હતી. પોલીસ બંદોબસ્ત બાદ આરતી પાછી બાઇક પર સોલાપુર તરફ આવી રહી હતી. અક્કલકોટથી થોડી દૂર કોન્હાળી પાસે તેની બાઇકનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઇજા થતા આરતી મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી.
આજે અહમદનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જંગી પ્રચાર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રમાં હવે લોકસભાની ચૂંટણી માટે ત્રણ ચૂંટણીની પ્રચાર યોજાશે એમાં આવતીકાલે ૧૨ એપ્રિલના રોજ અહમદનગરમાં, ૧૭ એપ્રિલના રોજ માઢા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા થશે. પરંતુ મુંબઇમાં મહારાષ્ટ્રની પ્રચારની છેલ્લી સભા ૨૬ એપ્રિલના રોજ યોજવા માટે ભાજપ પ્રયત્નશીલ છે.
આવતીકાલે ૧૨ એપ્રિલે દિલ્હીથી સીધા વડા પ્રધાન શિર્ડી હવાઇમથક પર આવશે. અને અહમદનગરમાં સભા આટોપીને તેઓ કર્ણાટક રવાના થશે. તા. ૧૬ એપ્રિલના રોજ વડા પ્રધાન પુણેમાં મુકામ કરશે. તા. ૧૭ એપ્રિલના રોજ માઢા લોકસભા મતદાર ક્ષેત્રના ઉંમેદવાર માટે અકલૂજલામાં સભા યોજાશે.
જો કે મુંબઇમાં છેલ્લી પ્રચાર સભા યોજવા માટે ભાજપના સીનીયર નેતાઓ પ્રયત્નશીલ છે. લગભગ ૨૬ એપ્રિલના રોજ બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં પ્રચાર સભા યોજાશે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uvldak
via Latest Gujarati News
0 Comments