લગ્નની વાતથી મારા હાથપગ ઠંડા થઇ જાય છે : ટીવી સ્ટાર શરદ મલ્હોત્રા


મુંબઇ તા. 17 એપ્રિલ 2019, બુધવાર

લોકપ્રિય ટીવી સ્ટાર શરદ મલ્હોત્રાએ કહ્યું હતું કે લગ્ન કરવાની વાત માત્રથી મારા હાથ પગ ઠંડા પડી જાય છે. સંબંધને કાયમી કરવાની બાબતમાં મેં કદી વિચાર કર્યો નહોતો.

ફેશન ડિઝાઇનર રીપ્સી ભાટિયા સાથે લગ્ન કરવાની તૈયારીમાં વ્યસ્ત શરદે હસતાં હસતાં કહ્યું કે સાચી વાત એ કે લગ્નની વાતમાત્રતી મારાં હાથપગ ઠંડા પડી જાય છે. સંબંધ બાંધવો સહેલો છે પરંતુ એને જીવનભર નિભાવવાની વાત આવે ત્યારે ખૂબ વિચાર કરવો પડે. જો કે એક ને એક દિવસ લગ્ન તો કરવાનાં છે. 

આ બંને 20 એપ્રિલ શનિવારે લગ્નગ્રંથિથી જોડાવા જઇ રહ્યાં છે. શરદે કહ્યંુ કે છેલ્લા થોડા સમયથી મારા મનમાં લગ્ન વિશે સકારાત્મક (પોઝિટિવ ) વિચારો આવતાં અમે લગ્નનો વિચાર કર્યો હતો. યસ, અમે લગ્ન કરવાના છીએ અને હાલ એની તૈયારીમાં બીઝી છીએ. 

થોડા સમય પહેલાં આ બંનેએ સોશ્યલ મિડિયા પર એક સરસ ફોટોગ્રાફ શૅર કર્યો હતો અને એને અસંખ્ય લાઇક્સ મળી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GgoW1q
via Latest Gujarati News

Post a Comment

0 Comments