ટ્વીન્કલની એ પોસ્ટે અક્ષયને આંચકો આપ્યો


મુંબઇ તા. 17 એપ્રિલ 2019, બુધવાર

સદ્ગત સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલની અભિનેત્રી કૉલમિસ્ટ પુત્રી ટ્વીન્કલ ખન્નાએ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર મૂકેલી એક પોસ્ટ વાંચીને એનો મોખરાનો અભિનેતા પતિ અક્ષય કુમાર ચોંકી ઊઠયો હતો.

ઇન્સ્ટાગ્રામ પર ટ્વીન્કલે મૂકેલી પોસ્ટ કંઇક આ પ્રકારની હતી. એક દરવાજાની બહાર ટ્વીન્કલ ખડી છે. દરવાજા પર એવી તકતી લગાડેલી છે કે ડેન્જર કીપ આઉટ... અહીં જોખમ છે. દૂર ઊભા રહો...ટ્વીન્કલ જાણે આ તકતી સામે ઘુરકિયાં કરતી હોય એવા ચહેરે ઊભી છે અને આ ફોટોગ્રાફ સાથે એણે મૂકેલો સંદેશો આ પ્રકારનો છે- તમને મારો આ ફોટોગ્રાફ પસંદ પડયો હશે. 

ફોટોગ્રાફરે આ ફોટોગ્રાફમાં મારા આત્માનો સાર ક્લીક કર્યો છે... મને આશા છે કે મારા મૃત્યુ પછી અક્ષય આ ફોટોગ્રાફને એન્લાર્જ કરીને એક ફેન્સી ફ્રેમમાં ફિટ કરીને  એના પર ફૂલહાર ચડાવીને મારી પ્રાર્થના સભામાં મૂકશે... 

એનો આ સંદેશ વાંચીને શરૃમાં અક્ષય અપસેટ થઇ ગયો હતો. પરંતુ એની પાછળનો હ્યુમર સમજાયા બાદ ખડખડાટ હસી પડયો હતો કે ટ્વીન્કલ પોતાની જાતને ખતરનાક ગણાવે છે...



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GqUuCT
via Latest Gujarati News

Post a Comment

0 Comments