
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
લોકસભાની ચૂંટણી વચ્ચે જ પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસને અલવિદા કહી દીધી છે.જેનાથી પાર્ટીને ફટકો પડ્યો છે.કારણકે પ્રવક્તા તરીકે પ્રિયંકા જાણીતો ચહેરો છે અને સોશ્યલ મીડિયા પર પણ તેમના ઘણા ફોલોઅર્સ છે.
પ્રિયંકા એ વાતથી નારાજ હતા કે, મથુરામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના આઠ નેતાઓએ અભદ્ર વ્યવહાર કર્યા બાદ પણ તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા હતા.અંદરની વાત એવી છે કે, અભદ્ર વ્યવહારના પગલે પ્રિયંકા ચતુર્વેદી કોન્ફરન્સ છોડીને ઉભા થઈ ગયા હતા.આમ છતા સ્થાનિક કોંગ્રેસી નેતાઓ તેમનો પીછો કરીને તેમના રુમ સુધી પહોંચી ગયા હતા.તે વખતે પ્રિયંકા બહુ ડરી ગયા હતા.આ આઠ નેતાઓ અશોક ચકલેશ્વર, ઉમેશ પંડિત, પ્રતાપ સિંહ, અબ્દુલ જબ્બાર, ગિરધારી લાલ પાઠક, ભૂરી જાયસ ,પ્રવીણ ઠાકુર અને યતીન્દ્ર મુકદમની સામે પ્રિયંકાની ફરિયાદ બાદ સસ્પેન્ડ કરાયા હતા.જોકે જ્યોતિરાદિત્ય સિંધિયાની દરમિયાનગીરીથી તેમને કોંગ્રેસમાં પાછા લેવાતા પ્રિયંકા ચતુર્વેદી નારાજ થયા હતા.
આ નેતાઓ પાસે લેખિતમાં માફી મંગાવાઈ હતી.જોકે પ્રિયંકાને તેનાથી સંતોષ નહોતો.સૂત્રોનુ કહેવુ છેકે, પ્રિયંકા અને શિવસેના વચ્ચે વાતચીત શરુ થઈ હતી.
એવુ પણ મનાઈ રહ્યુ છે કે, નોર્થ મુંબઈની બેઠક પર પ્રિયંકા ચર્તુવેદીએ ટિકિટ માંગી હતી પણ ઉર્મિલા માંતોડકરને ટિકિટ અપાઈ હતી.જેનાથી પણ તે નારાજ હતા.
હવે શિવસેનાએ પ્રિયંકાને વિધાનસભાની ટિકિટ ઓફર કરી છે.6 મહિના પછી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PkAKnB
via Latest Gujarati News
0 Comments