કરિશ્મા કપૂર વેબ સીરિઝ દ્વારા અભિનયક્ષેત્રે પુનરાગમન કરશે


મુંબઇ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર

એકાદ-બે અપવાદ સિવાય કરિશ્મા કપૂર બોલીવુડમાંથી લાંબી રજાએ ચાલી ગઈ છે. જોકે હવે અભિનયના ક્ષેત્રમાં પાછા ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. જોકે એની વાપસીનું માધ્યમ વેબ સીરિઝ છે. એક સીરિઝમાં એ ત્રણ બાળકોની માતા બનશે.

આ સીરિઝનો પ્લોટ જરા હટ કે કહી શકાય એવો છે અને કરિશ્મા આ સીરિઝમાં ત્રણ બાળકોની જવાબદારીનું વહન કરતી નજરે ચઢશે. કરિશ્મા ઉપરાંત આ સીરિઝમાં વીતેલા સમયની બોલીવૂડની અન્ય અભિનેત્રીઓ પણ નજરે ચઢશે.

આ શો સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે સંધ્યા મૃદુલ પણ આ સીરિઝમાં મહત્ત્વની ભૂમિકામાં હશે. એકતા કપૂર આ સીરીઝનું નિર્માણ કરી રહી છે. કરિશ્મા છેલ્લે ૨૦૧૨માં ડેન્જરસ ઇશ્કમાં દેખાણી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2CYAEgr
via Latest Gujarati News

Post a Comment

0 Comments