પંડિત નહેરુ કઇ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ?

મુંબઇ તા.4 એપ્રિલ 2019 ગુરૂવાર 

આગેવાન ગણાતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના જનરલ નોલેજનું જાહેર પ્રદર્શન કરતાં પૂછ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુ કઇ બેઠક પરથી સંસદીય ચૂંટણી લડી રહ્યા છે ? મારે એમને મત આપવો છે.

આજે ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી આલિયા ભટ્ટની કારકિર્દીના આરંભે પણ આવાજ છબરડા થયા હતા. કૉફી વીથ કરણમાં રજૂ થયેલી આલિયાને રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન જેવા મહાનુભાવો વિશે પણ જાણકારી નહોતી. આજે જો કે એ ઘણી ઘડાઇ ગઇ છે. આજની તારીખમાં એવો બફાટ સ્વરા ભાસ્કરે કર્યો છે. એણે સોશ્યલ મિડિયા પર સવાલ કર્યો હતો કે છેલ્લા્ં પાંચેક વર્ષથી પંડિત જવાહરલાલ નહેરુ વિશે બહુ બધી વાતો સાંભળતી આવી છું. મને પ્લીઝ કહેશો કે એ કઇ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે  મારે એમને મત આપવો છે.

સ્વરાની આ ટ્વીટ જબરદસ્ત વાઇરલ થઇ છે. આ ટ્વીટ એના સામાન્ય જ્ઞાનની કંગાળ દશા સૂચવે છે. એના ચાહકો પણ એના આ સવાલથી શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ ગયેલા જોવા મળ્યા હતા.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VmERl0
via Latest Gujarati News

Post a Comment

0 Comments