નવી દિલ્હી તા.4 એપ્રિલ 2019 ગુરૂવાર

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2019 ગુરુવાર
નબળી આર્થિક સ્થિતિ ભોગવી રહેલી સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ચોપન હજાર કર્મચારીઓની છટણી કરશે એવા અહેવાલ વહેતા થયા હતા.
સંસદીય ચૂંટણી ટાણે વહેતા થયેલા આ સમાચાર કયા પક્ષના મતો ઘટાડશે એ અત્યારથી કહેવું વહેલું છે. અત્યાર અગાઉ એર ઇન્ડિયા અને જેટ એરલાઇન્સની આર્થિક સ્થિતિની વાતો પ્રગટ થઇ ચૂકી છે.
કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાતોની દસ વ્યક્તિની બનેલી એક પેનલે રજૂ કરેલી ભલામણો પર કંપની બોર્ડની માર્ચની બેઠકમાં ચર્ચા વિચારણા થઇ હતી અને એક દરખાસ્ત એવી હતી કે સ્ટાફ ઘટાડવો. એ દરખાસ્ત સ્વીકારી લેવાનો નિર્ણય કંપની બોર્ડે કર્યો હતો.
જો કે કયા વિભાગના કેટલા કર્મચારીની છટણી કરવાની છે એ મુદ્દે હજુ આખરી નિર્ણય કરાયો નથી. પરંતુ એ નિર્ણય ભલે ગમે તે વિભાગને લાગુ પાડે, ચોપન હજાર વ્યક્તિઓ પોતાની કાયમી નોકરી ગુમાવશે.
મોટા ભાગની સરકારી કંપનીઓ છેલ્લાં થોડાં વરસોથી ધોળા હાથી જેવી બની રહી છે. બીએસએનએલના બોર્ડે ત્રણ દરખાસ્તો સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો જેમાં કર્મચારીઓની નિવૃત્તિવય 60થી ઘટાડીને 58ની કરવી અને 50 વર્ષની વય વટાવી ગયેલા કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિની સગવડ આપવાની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K1S9Cb
via Latest Gujarati News
0 Comments