મથુરા: સરકારી સ્કુલમાં જનસભા યોજવાથી હેમા માલિનીને ચૂંટણી પંચે નોટીસ ફટકારી

મથુરા, તા. 4 એપ્રિલ 2019 ગુરુવાર

હેમા માલિનીએ મથુરા લોકસભા વિસ્તારના ચૌમુહાં ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્કુલ પરિસરમાં જનસભાને સંબોધિત કરી હતી. ચૂંટણી અધિકારી તરફથી હેમા માલિનીને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યુ છે.

લોકસભા ચૂંટણી 2019નો ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કાએ છે, એવામાં ચૂંટણી પંચ સતત કડક વર્તન કરી રહ્યુ છે. બોલીવુડ અભિનેત્રી અને મથુરાના ભાજપ ઉમેદવાર હેમા માલિનીને ચૂંટણી અધિકારી તરફથી નોટીસ મોકલવામાં આવી છે. હેમા માલિનીએ એક સરકારી સ્કુલમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જેના કારણે આ નોટીસ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હેમા માલિનીએ 2014માં પણ આ બેઠક પરથી જીત મેળવી હતી. અગાઉ હેમા માલિનીએ કહી દીધુ હતુ કે આ ચૂંટણી તેમની અંતિમ ચૂંટણી હશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WJatl5
via Latest Gujarati News

Post a Comment

0 Comments