નવી દિલ્હી તા.4 એપ્રિલ 2019 ગુરૂવાર
રિઝર્વ બેંકે તત્કાળ અમલમાં આવે એ રીતે રેપો રેટમાં પચીસ બેઝ પોઇંટમાં ઘટાડો જાહેર કર્યો હતો. રિઝર્વ બેંકનો નવો રેપો રેટ છ ટકા થઇ ઘયો હતો. આમ થવાથી 2019-20માં જીડીપીમાં પણ આશરે 0.2 ટકા ઘટાડો થવાની શક્યતા છે.
2019ના ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકે 18 મહિનાના સમયગાળા પછી રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો જાહેર કરતાં લોન લેનારા કે લઇ ચૂકેલા લોકોને લાભ થવાની શક્યતા છે. હજુ હમણાં સુધી રિઝર્વ બેંકનો રેપો રેટ સવા છ ટકા હતો.
2018ના જુલાઇથી 2019ના જાન્યુઆરી વચ્ચે મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો હતો એટલે રિઝર્વ બેંક પર દબાણ હતું કે વ્યાજના દર ઘટાડો. આખરે રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUzdFe
via Latest Gujarati News
0 Comments