નવી દિલ્હી, તા. 4. એપ્રિલ 2019 ગુરુવાર
ભારતને જડબાતોડ જવાબો આપવાની ડંફાસો હાંકતુ રહેતુ પાકિસ્તાન હવે દેવાળિયા થવાની અણી પર છે.
ખુદ પાકિસ્તાનના નાણા મંત્રી અસદ ઉમરે આવી કબૂલાત કરતા કહ્યુ છે કે, પાકિસ્તાનનુ દેવુ એટલુ વધી ગયુ છે કે હવે દેવાળુ ફુંકવાનો વારો આવે તેમ છે.અમે બહુ મોટા દેવા સાથે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે જઈ રહ્યા છે.ગયા વર્ષે પાકિસ્તાનનો ગ્રોથ રેટ 5.2 ટકા હતો.જે આ વર્ષે ઘટીને માત્ર 3.2 ટકા થઈ જવાનુ અનુમાન છે.
ઉમરે કહ્યુ હતુ કે દેશમાં મંદી ચાલી રહી છે અને રોજગારીનો રેટ પણ ધીમો છે.જોકે તેમણે નાણાકીય નીતિ માટે દોષનો ટોપલો પૂર્વ નાણા મંત્રી પર ઢોળતા કહ્યુ હતુ કે, ઈશાક દારના કાર્યકાળ દરમિયાન પહેલી વખત પાકિસ્તાનની એક્સપોર્ટ વધી નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારીનો દર 9.41 ટકા છે.જેનાથી ગરીબી રેખા નીચે જીવનારા લોકોની સંખ્યામાં 40 લાખનો વધારો થાય તેમ છે.બીજી તરફ આ વર્ષે બીજા 10 લાખ લોકો બેરોજગાર થાય તેમ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ON3sgD
via Latest Gujarati News
0 Comments