સિધ્ધુએ પણ માયાવતીની જેમ મુસ્લિમોને સંગઠીત થઈ મત આપવાની આપી સલાહ


નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીમાં નેતાઓની નિવેદનબાજી પર ચૂંટણી પંચે કરેલી લાલ આંખ પછી પણ આવા બયાનો આપવાનો સિલસિલો ચાલુ જ છે.

હવે તેમાં કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિધ્ધુનુ નામ જોડાયુ છે.સિધ્ધુએ બિહારના બલરામપુરમાં એક સભાને સંબોધતી વખતે માયાવતીની જેમ જ વિવાદાસ્પદ નિવેદન આપીને મુસ્લિમ સમુદાયને એક થઈને કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી.

સિધ્ધુએ કહ્યુ હતુ  કે, આ લોકસભા મત વિસ્તારમાં લઘુમતીઓ બહુમતિમાં છે ત્યારે જો તમે એક થશો તો કોંગ્રેસના ઉમેદવાર તારીક અનવરને કોઈ નહી હરાવી શકે.હું મારા મુસ્લિમ ભાઈઓને એક જ વાત કહેવા આવ્યો છું કે, આ વિસ્તારમાં તમે લઘુમતી નહી બહુમતી બનીને રહો.તમારા મતદારો 62 ટકા છે.ભાજપના કાવતરાખોર લોકો તમારા ભાગલા પડાવવાનો પ્રયાસ કરશે.

આ પહેલા માયાવતીએ પણ આવુ જ નિવેદન આપીને મુસ્લિમોને મહાગઠબંધન માટે એક થઈને મતદાન કરવા કહ્યુ હતુ.ચૂંટણી પંચે જે બદલ માયાવતી પર 48 કલાક ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DggcrA
via Latest Gujarati News

Post a Comment

0 Comments