
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો દાખલ કરવાનુ નક્કી કર્યુ છે.
સુશીલ મોદી રાહુલ ગાંધીના એ નિવેદનથી નારાજ છે જેમાં તેમણે મોદી અટક ધરાવતા તમામ લોકોને ચોર કહ્યા હતા.સુશીલ મોદીએ પટણા હાઈકોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ કરવાની જાહેરાત કરી છે.
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં યોજાયેલી એક સભામાં કહ્યુ હતુ કે, ચોકીદાર 100 ટકા ચોર છે.તમામ ચોકીદારોના ઉપમાન મોદી કેમ હોય છે.નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, આ તમામની ટોળકી છે.મારો સવાલ છે કે, તમામ ચોરોના ઉપમાન મોદી કેમ છે?
જેની સામે સુશિલ મોદીનુ કહેવુ છે કે, રાહુલ ગાંધીનુ નિવેદન મોદી અટક ધરાવતા તમામ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડનારુ છે.આ નિવેદન થકી મોદી અટક ધરાવતા તમામ લોકોને રાહુલે ચોર કહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v6b7gT
via Latest Gujarati News
0 Comments