નવીન પટનાયક, એચ ડી કુમારસ્વામીના હેલિકોપ્ટરનું ચેકિંગ


રૂરકેલા, ઓડિશા, તા. ૧૭

આવતીકાલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું ત્યારે ચૂંટણી પંચનું ફલાઇટ સ્કવોડ રાજકીય નેતાઓના મકાનો, વાહનો અને હેલિકોપ્ટરોની તપાસ કરી રહ્યું છે. બિનહિસાબી નાણા દ્વારા મતદારોને રિઝવવા માટે કરાતા પ્રયાસોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચને આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. 

છેલ્લા ૪૮ કલાકમાં ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, કર્ણાટકના મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામી અને કર્ણાટક ભાજપ પ્રમુખ બી એસ યેદિયુરપ્પાના વાહનોની તપાસ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ડીએમકે નેતા કાનિમોઝીના મકાનની પણ તપાસ કરવામાં આવી હતી. ફલાઇંગ સ્કવોડના અધિકારીઓએ આજે ટેક ઓફ પહેલા જ પટનાયકના હેલિકોપ્ટરને રોકી તેની તપાસ કરી હતી. 

બીજી તરફ એચ ડી કુમારસ્વામી શિવામમોગ્ગા જિલ્લામાં હેલિકોપ્ટરમાંથી ઉતર્યા કે તરત જ તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. 

 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vaIeA4
via Latest Gujarati News

Post a Comment

0 Comments