
મુંબઇ,તા.17 એપ્રિલ 2019, બુધવાર
ભારતમા હાલ ચૂંટણીની મોસમ છે. તેવામાં બોલીવૂડના ઘણા કલાકારોએ ટીકિટ મેળવીને ચૂંટણી લડવાના છે. તો વળી અમુક કલાકારો ચૂંટણી કેમ્પેઇનનો હિસ્સો બન્યા છે. તેવામાં એક રસપ્રદ વાત એ છે કે, ટોચના અમુક કલાકારો ભારતીય નાગરિકતા ધરાવતા ન હોવાથી તેઓ મતદાન કરી શકે એમ નથી.
દીપિકા પદુકોણે અભ્યાસ બેંગલુરૂમાંથી કર્યો છે, પરંતુ તેનો જન્મ કોપેનહેગન ડેનમાર્કમાં થયો છે. તેની પાસે ડેનિશ પાસપોર્ટ છે. તેથી તે ભારતના ઇલેકશનમાં હિસ્સો લઇ શકશે નહીં. આલિયા ભટ્ટ પાસે બ્રિટનની નાગરિકતા છે. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાથી તે પણ ચૂંટણીમાં મત આપી શકશે નહીં. તેની માતા સોની રાઝદાન પાસે પણ બ્રિટિશની નાગરિકતા છે.
અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે. તેથી તે પણ ભારતમાં વોટ કરી શકે નહીં. ઇમરાન ખાન પાસે અમેરિક પાસપોર્ટ છે તેથી પણ ભારતની ચૂંટણીમાં વોટ કરી શકશે નહીં.
સની લિયોની આમ તો મૂળભારતીય મૂળની છે, પરંતુ તેની પાસે કેનેડાનો પાસપોર્ટ હોવાથી તે મતદાનમાં હિસ્સો નહીં લઇ શકે.
જેકલિન ફર્નાન્ડિઝ બહેરીનમાં જન્મી છે, તેના પિતા શ્રીલંકાના છે અને માતા મલેશિયાની છે. કેટરિના કૈફ યુકેનો પાસપોર્ટ ધરાવે છે. તેથી તેને મતદાનનો અધિકાર નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2viBaBL
via Latest Gujarati News
0 Comments