અમિતાભની સફળ ફિલ્મની રિમેકમાં અક્ષય કુમાર કામ કરશે



મુંબઇ,તા.17 એપ્રિલ 2019, બુધવાર

૩૬ વરસ પહલા રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન, હેમા માલિની, શક્તિ કપૂર,રંજીતા, સારિકા, અમજદ ખાન, મેક મોહન, પ્રેમા નારાયણ, કાદર ખાન અને પેન્ટલ જેવા બહેતરીન કલાકારો અને સિતારોથી ભરેલી ફિલ્મ 'સત્તે પે સત્તાની રિમેકની તૈયારી થઇ રહી છે. આમ તો દસ વરસ પહેલા આ ફિલ્મની રીમેકના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ વાત બની નહોતી. 

હવે ફરીથી એેક વખત 'સત્તે પે સત્તા'ની રીમેકનું કામ દિગ્દર્શક ફરાહ ખાને શરૂ કર્યું છે. કહેવાય છે કે, આ ફિલ્મના અમિતાભ બચ્ચનના પાત્ર માટે અક્ષય કુમારને ફાઇનલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટીનું છે.

અમિતાભની આ ફિલ્મ એવા સાત ભાઇઓની વાર્તા છે, જે લઘરવધર  રીતે રહેતા હોય છે. આ સાતેય ભાઇઓ વાંઢા હોય છે. મોટા ભાઇ રવિ ઇંદુ નામની મહિલાના પ્રેમમાં પડે છે  અને તે રવિના ઘરે આવીને બધા ભાઇઓને જીવન જીવવાની યોગ્ય પદ્ધતિ શીખવે છે. 

ધીરે ધીરે વાર્તા આગળ વધે છે, દરેક ભાઇ કોઇને કોઇ યુવતી સાથે પ્રેમ કરી બેસે છે. જોકે આ ફિલ્મની રીમેકને લઇને સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. રોહિત અને ફરાહ જેવા દિગ્ગજો આ ફિલ્મ સાથે જોડાયેલા હોવાથી ટોચના કલાકારો જ આ ફિલ્મમાં જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KN9xLE
via Latest Gujarati News

Post a Comment

0 Comments