
ફ્રાંસના પાટનગર પેરિસમાં ૧૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે ૬.૫૦ કલાકે ઐતિહાસિક ઇમારત નોટ્રે ડેમ કેથેડ્રલને આગ લાગવાથી ભારે નુકસાન થયું હતું. જો કે આગમાં કેથેડ્રલનો મુખ્ય ઢાંચો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. આ ઇમારતના જીણોદ્ધાર માટે ફ્રાંસના અબજોપતિઓ અને સેંકડો નાગરીકો સ્વયંભૂ આગળ આવ્યા છે.
નોટ્રે ડેમ ડી પેરિસ એ ફ્રાંસમાં એક મધ્યકાલીન સમયનું ૮૫૦ વર્ષ જુનું કેથોલિક કૈથેડ્રલ ચર્ચ છે. આ કૈથેડ્રલ ચર્ચ ફ્રાંસની ગોથિક વાસ્તુકળાનું બેનમૂન ઉદાહરણમાંનું એક માનવામાં આવે છે.મધ્યકાલીન સમયમાં ચર્ચ અને ધાર્મિક સ્થળોના બાંધકામમાં ગૌથિક શૈલી ખૂબજ પ્રચલિત બની હતી. ફ્રાંસના પેરિસમાં આવેલા આ વિખ્યાત સ્થળની વર્ષે ૧ કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. કેથેડ્રલ સેની નદી પરના એક નાના ટાપું પર બાંધવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઇમારત રંગીન ગુલાબી બારીઓ અને મૂર્તિકલા માટે આ સ્થળ વિખ્યાત છે. ૧૩ મીટરનો વ્યાસ ધરાવતી બે રોજ વિન્ડો સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર રહી છે.

ઇસ ૧૧૬૩માં નોત્રા ડેમ્સ ઇમારતના નિર્માણનો પ્રથમ પથ્થર પોપ એલેકઝાન્ડરે મૂકયો હતો. કૈથેડલનું નિર્માણ કાર્ય અંદાજે ૧૦૦ વર્ષ સુધી ચાલ્યું હતું. કેથોલિક કેથેડ્રલની બંધાયું ત્યારે જે તે પશ્ચીમ યૂરોપની સૌથી મોટી ઇમારત ગણાતી હતી.૮૫૦ વર્ષ દરમિયાન સમયાંતરે ફ્રાંસની આ ઐતિહાસિક ધરોહરનો જીણોધ્ધાર પણ થતો રહયો છે. ઇસ ૧૮૪૪ થી ૧૮૬૪ દરમિયાન યુજેન વાયોલેટ લે ડૂકના માર્ગદર્શન હેઠળ ઇમારતનું મોટા પાયે નવીનીકરણ થયું હતું. હતો. ફ્રાંસની નેશનલ જીઓગ્રાફિક ઇન્સ્ટીટયૂટ આ ઇમારતને બેન્ચમાર્ક તરીકે ગણે છે.
વિકટર હ્નુગોેએ કેથેડ્રલ સ્થળ પર આધારિત the Hunchback of Notre Dame નામની વાર્તા લખી છે. આ વાર્તા પરથી વોલ્ટ ડિઝનીએ Notre- Dame de Paris નામની એનિમેટેડ મૂવી બનાવી હતી. ઇસ ૧૭૯૦ના દાયકામાં ફ્રાંસની ક્રાંતિ દરમિયાન નોત્રે ડેમ ધ પેરિસને અનેક ધાર્મિક કળાકૃતિઓને તોડવાથી માંડીને નાશ કરવા સુધીનો પ્રયાસ થયો હતો.
ઇસ ૧૮૦૪માં કેથેડ્રલ એ ફ્રાંસના મહાન નેપોલિયનના રાજયાભિષેક થયો હતો. એટલું જ નહી આ સ્થળ પાસે ફ્રાંસિસી ગણતંત્રના અનેક વડાઓના અંતિમ સંસ્કાર પણ થયા છે. ૨૩ મી મે ૨૦૧૩ના રોજ ફેન્ચ ઇતિહાસકાર ડોમિનિક વેનરે ગે સમૂદાયના અધિકારો માટે નોટ્રે ડેમ ડી પેરિસ ખાતે આત્મહત્યા કરી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v8ABKn
via Latest Gujarati News
0 Comments