(પીટીઆઇ) બેઇજિંગ, તા. ૧૭
પાકિસ્તાની આતંકી સંગઠન જૈશે મોહંમદના વડા અઝહર મહેમૂદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બ્લેક સૂચીમાં નાખવાનો કેસ સમજૂતીની તરફ આગળ વધી રહ્યો છે. જો કે ચીને એ અહેવાલોને ફગાવી દીધા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ટેકનિકલ હોલ્ડ હટાવવા માટે ચીનને ૨૩ એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પાસેથી ટેકનિકલ હોલ્ડ હટાવવા માટે ૨૩ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ મળ્યાના અહેવાલોને ફગાવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું ક મને નથી ખબર કે તમને આવા પ્રકારની માહિતી ક્યાંથી મળે છે?
તેમણે જણાવ્યું હતું કે યુએનએસસી અને તેની સહાયક સંસ્થા ૧૨૬૭ કમિટીના પોતાના કાયદા અને નિયમો છે. ચીનની સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે. સંબધિત પક્ષો સાથે મંત્રણા ચાલુ છે. આ કેસ ધીમે ધીમે ઉકેલની તરફ આગળ વધી રહ્યો છે.
ચીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મુદ્દો સહકારથી ઉકેલવો જોઇએ. અમને નથી લાગતુ કે તમામ સભ્યોની સર્વસંમતિ પર આ વિવાદનો સંતોષકારક ઉકેલ મળી શકશે.
આ મુદ્દો મંત્રણા અને સર્વ સંમતિથી ઉકેલવો ખૂબ જ જરૃરી છે. તમામ સભ્યોના સહયોગ વગર આ મુદ્દાનો સંતોષકારક પરિણામ નહીં આવે. આ મુદ્દો ઉકેલની તરફ આગળ વધી રહ્યો છે.
સંબધિત પક્ષકારકો યુએન સુરક્ષા પરિષદમાં નવો ઠરાવ રજૂ કરવા દબાણ કરી રહ્યાં છીએ. અમે તેનો જોરદાર વિરોધ કરીશું.
અમેરિકાનું નામ લીધા વગર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે સંબધિત દેશ યુએનએસસીના અન્ય દેશોના મતોને માન આપશે અને ૧૨૫૭ કમિટીના નિયમોને આધીન આ મુદ્દાનો ઉકેલ લાવશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gt43kY
via Latest Gujarati News
0 Comments