પવારને નજર સામે પરાજ્ય દેખાતા ચૂંટણી મેદાનમાંથી ખસી ગયાઃ મોદી


મુંબઈ,તા.17 એપ્રિલ 2019, બુધવાર

ભારતના માજી-પ્રધાન અને એનસીપીના  રાષ્ટ્રીય અધ્યક્ષ  શરદ પવારને  'હવાનો રૂખ' બરાબર ખબર પડે છે એટલે  તેમને કેસરીયા રંગનું  વાવાઝોડું  આવવાથી  પોતાની હાર સામે  દેખાઈ આવી અને તેમણે મેદાનમાંથી 'નો દો ગ્યારહ' થઈ જવુંપડયું. શરદ પવાર મારા પરિવાર પ્રત્યે  મને નિશાન બનાવે છે. પણ શરદરાવ. મારા પરિવારનો  ત્યાગ આ તો મારી  પ્રેરણા છે.  અને સંપૂર્ણ દેશ મારૂં  કુટુંબ છે. શરદ પવાર પોતાના પરિવારનું નુકસાન થવા  દેતા નથી અને પોતાને ખરચપણ ના આવે  એવી રીતે તેઓ પોેતાને બચાવી  લેછે. 

શરદ રાવ, તમે યશવંતરાવ ચવ્હાણના  શિષ્ય કહેવડાઓ છો જરા યશવંતરાવ ચવ્હાણના  પરિવાર  પાસેથીૂ પ્રેરણા  લો, એવા શબ્દોમાં  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે  સોલાપુર જિલ્લાના  અકલૂજ ખાતેની વિરાટ રેલીને  સંબોધતાં એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પર પ્રહાર કર્યો હતો.  ૧૯૯૯થી શરદ પવારના સાથી  અને એનસીપીના  દિગ્ગજ નેતા, મહારાષ્ટ્રના   સહકાર સમ્રાટ, માજી મુખ્ય પ્રધાન  વિજયસિંહ મોહિતે પાટિલને   બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક સાચો  સેવાભાવી   પરિવાર તરીકે  વિજયસિંહ મોહિતે પાટિલને લોકો જાણે છે. 

તેમણેસામાજીક જીવનમાં ૫૦ વર્ષ સેવા આપી છે અને આજે ૭૫ વર્ષની ઉંમરમાં પણ તેઓ એકદમ તંદુરસ્ત છે. વિજય દાદાનું   સન્માન   કરવાનો મોકોમળ્યો એ તો મારૂં  અહોભાગ્ય કહેવાય. માઢા મતવિસ્તારના  હેઠળ આવતા અકલૂજના વિશાલ મેદાનમાં મોટા પ્રમાણમાં તપતા તાપમાં જનમેદની  ઉમટી પડી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી વિજયસિંહ મોહિતે પાટિલે ભાજપમાં પ્રવેશ કર્યો. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિજયસિંહ મોહિતે પાટિલ અને રામદાસ આઠવલે આ મહાનુભાવોને એક ભવ્યપુષ્પમાળા  આયોજકોએ પહેરાવી.

રામરામ મંડળી, અકલૂજકરામો, કસે આહાત?  પંઢરપુરના દૈવત વિઠ્ઠલ રૂક્ષ્મિણી, અક્કલકોટ સ્વામી સમર્થ, સિદ્ધેશ્વર મહારાજ,  અહિલ્યા દેવી હોલકર મા વંદન કરતાં એના શબ્દોમાં વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની  શરૂઆત  મરાઠીમાં કરી ત્યારેવિશાલ જનમેદનીએ વડા પ્રધાનનું  અભિવાદન કર્યું. 

 વિજયસિંહ મોહિતે પાટિલના  સુપુત્ર રણજીતસિંહ મોહિતે પાટિલે ભાજપમાં પ્રવેશ કર્યા બાદ  આજે એનસીપીના  દિગ્ગજ નેતા  સાંસદ  વિજયસિંહ મોહિતે  પાટિલ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રચારરેલીની મંચ ઉપર  હાજર રહ્યા ત્યારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રચાર રેલીના મંચ ઉપર હાજર રહ્યા ત્યારે  વડા પ્રધાન  મોદીએ કહ્યું કે  રાજકીય જીનવમાં  ૫૦ વર્ષ આ ઘણા મોટા કહેવાય.

વિજયસિંહ મોહિતે પાટિલની કારકિર્દી ૫૦ વર્ષની છે, એેવા નેતા વિજયસિંહનું સન્માન કરવાનું બહુમાન મને મળે એ મારૂંભાગ્ય સમજુંછુ.જાહેરજીવનમાં  કોઈપણ પાર્ટીમાં  કામ કરેલુંહશે પણએણને  કામ મોટુંજ કહેવાય એમને સારૂં સ્વાસ્થ્ય અને લાંબી આયુ મળે અને દેશ તેમ જ મહારાષ્ટ્રની  સેવા કરવા માટે  તેમને   શક્તિપ્રાપ્ત  થાય એવી હું પ્રાર્થના કરૂં છું.

વડા પ્રધાન મોદીએ આગળ ઉમેર્યું કે  જે દિલ્હીમાં બેઠા છે તેમને  જમીન  ઉપર હકિકત અને  સત્યની જાણ નથી  આ જનમેદનીએ લોકોએ  જોવી જરૂરી છેપછી તેમના  ધ્યાનમાં  આવશે કે  સાચી હકકીત શું છે?   હવે મને પણ   સમજાયું કે  શરદ રવો મેદાન કેમછોડયું? તેઓ મોટા ખિલાડી  છે  સમય પહેલાં જ તેમને  હવાનો રૂખ તેઓ ઓળખી જાય છે. 

બીજા કોઈને બલી આપવામાં આવે તોપણ ચાલશે પણ તેઓ  પોતાના  પરિવારનું   અને પોતાનું નુકસાન   ક્યારે પણ  થવા નહીં દેશે.  એટલે જ તઓ મેદાન છોડીને ભાગી ગયા, આવા શબ્દોમાં  વડાપ્રદાન મોદીએ શરદ પવાર ફરકમેતમના બાણ છોડયા. ભાષણના પ્રારંભમાં  જ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ  મહારાષ્ટ્રના દુકાળની   વાત કરતા  મહારાષ્ટ્ર અને દેશના અમુક વિસ્તારમાં  વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે   નુકસાન  થયું છે.  પાકનું નુકશાન થયું છે. 

આ બધા નુકશાનગ્રસ્તોને   રાજ્ય સરકારસાથે  ચર્ચા કરીને જેટલી  જોઈએ એટલી મદદ પહોંચાડવાના  આદેશ આપ્યા હોવાનું સ્પષ્ટ કર્યું. પાણી માટે  સ્વતંત્ર મંત્રાલય શરૂ કરવાની જાહેરાત પણ વડાપ્રધાને કરી.  દેશમાં વધુ મજબૂત  સરકાર ભાજપ અને  એનડીએની જ આવશે  એવો વિશ્વાસ વ્યક્ત કરીન દેશમાં જનતાને મજબૂર નહીં પણ મજબૂત સરકાર જોઈએછે જે આપણે જ આપીશું, એવી પણ સ્પષ્ટતા વડા પ્રધાન મોદીએ કરી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V7AjCb
via Latest Gujarati News

Post a Comment

0 Comments