પરિણિતી ચોપરા હોલીવૂડની થ્રિલર ફિલ્મની રીમેકમાં કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 એપ્રિલ 2019, બુધવાર

થોડા દિવસો પહેલા સમાચાર હતા કે પરિણિતી ચોપરાને  સાયના નેહવાલની બાયોપિક મળી ગઇ છે. પહેલા આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર કામ કરવાની હતી. હવે પરિણિતીને હોલીવૂડ થ્રિલર ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં કામ કરવાની તક મળી છે. 

આ ફિલ્મમાં પરિણિતીનો એક નશાની કુટેવ ધરાવતી, છૂટાછેડા લીધેલી મહિલાના પાત્રમાં જોવા મળશે. જે એક ખોવાયેલી વ્યક્તિની શોધ માટેના કામમાં સામેલ હોય છે. 

આ ફિલ્મમાં પરિણિતીનો ેક અલગ જ અવતાર જોવા મળશે. તેણે જણાવ્યુ ંહતુ ંકે, '' હું એવી ભૂમિકાઓ કરવા ઇચ્છું છું કે, જેમાં પહેલા દર્શકોએ મને જોઇ નથી. મારે આ પાત્ર માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. આ ભૂમિકા શરાબી અને દુર્વ્યહારની શિકાર થયેલી મહિલાની છે. મેં પહેલા આવું પાત્ર ભજવ્યુ ંનથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vmPB7A
via Latest Gujarati News

Post a Comment

0 Comments