પી.ટી.ઉષાની બાયોપિક માટે કેટરિના કૈફનો સંપર્ક સાધવામાં આવ્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 એપ્રિલ 2019, બુધવાર

બોલીવૂડમાં બાયોપિક બનાવાનું ચલણ જોર પકડી રહ્યું છે. હાલમાં જ 'સંજુ, ધ એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, દંગલ, નીરજા, માંઝી ઃ ધ માઉન્ટેઈન મેન ' જેવી બાયોપિક દર્શકોએ માણી છે. ત્યારે વધુ એક બાયોપિકના વાવડ ાવી રહ્યા છે. કહેવાય  છ ે કે દેશની મહાન એથલીટ અને  ઓલમ્પિક ચેમ્પિયન પી. ટી. ઉષાની લાઇફ પર ફિલ્મ  બનાવવામાં આવશે.

સૂત્રની વાત સાચી માનીએ તો આ ફિલ્મમાં પી.ટી. ઉષાનો રોલ અભિનેત્રી કેટરિના કૈફને ઓફર કરવામાં આવ્યો છે. જોકે કેટરિનાએ આ ફિલ્મ સ્વીકારી કે નહીં તે હજી જાણવા મળ્યું નથી. પરંતુ બોલીવૂડમાં ચર્ચા છે કે, પીયટી.ઉષાનું પાત્ર કેટરિના જ ભજવશે. આ પહેલા આ બાયોપિક માટે પ્રિયંકા ચોપરાનું નામ ચર્ચામાં હતું. પરંતુ તેણે આ ફિલ્મ માટે કોઇ રસ ન લેતાં વાતચીત આગળ ન વધી. હવે જાવું એ રહ્યુ ંકે, કેટરિના આ ફિલ્મ માટે હા પાડે છે કે નહીં. 

આ બાયોપિકન ડિરેકશન રેવતી વર્મા કરશે.  રેવતીએ આ પહેલા તમિલ અને મલાયલ ભાષાની ફિલ્મોનું ડિરેકશન કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UUKOtm
via Latest Gujarati News

Post a Comment

0 Comments