'ઊલ્ટા ચશ્મા' સિરીયલના દયાબેનના પાત્ર માટે અમી ત્રિવેદીની પસંદગી થવાની શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  24 એપ્રિલ 2019, બુધવાર

'ઊલ્ટા ચશ્મા' સિરીયલમાંથી દિશા વકાણી નીકળી ગઇ છે. ત્યારથી મેકર્સ નવી દયાબેનની શોધ કતરી રહ્યા છે. થોડા દિવસો પહેલા એવી વાત હતી કે હવે નિર્માતા દિશા વકાણીની રાહ જોશે નહીં અને તેના સ્થાને નવી દયાબેન ગોઠવી દેશે. દિશા વકાણી સપ્ટેમ્બર ૨૦૧૭થી શોમાં દેખાણી નથી. હવે એવી વાત આવી છે કે, દયાબેનના રોલ માટે 'પાપડ પોલ'ની જાણીતી અભિનેત્રી અમી ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો છે. 

જોકે અમીએ દયાબેનનો રોલ ઓફર થયાની વાતને નકારી હતી. પરંતુ એક અંગ્રેજી પેપરના મુજબ મેકર્સ દિશા વકાણીના સ્થાને અમી ત્રિવેદીને લેવાનું વિચારી રહ્યા છે. '' મારો  આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો નથી. પરંતુ મારા મિત્રો કહે છે કે, મારે  આ પાત્ર  ભજવવું જોઇએ. હુ ંદયાબેનના પાત્રને યોગ્ય છું તેવું લોકોને લાગી રહ્યું છે. પરંતુ મને હજી ઓફર કરવામાં આવી નથી કે મારો સંપર્ક સાધવામાં નથી આવ્યો,''એમ અમી ત્રિવેદીએ જણાવ્યું હતું. 

અમી આ પાત્ર ભજવવા તૈયાર છે કે નહીં તે બાબતે તેણે જણાવ્યું હતુ ંકે, '' આ એક મોટી જવાબદારી હશે. કોઇ પણકલાકાર માટે દિશા વકાણીએ ભજવેલ પાત્ર ભજવવું મુશ્કેલ બનશે. મને ખાતરી છે કે જે પણ  અભિનેત્રી  રોલ ભજવવાની હિંમત કરશે તેણે શરૂઆતમાં ઘણી આલોચનાનો સામનો કરવો પડશે. દિશા છેલ્લા દસ વરસથી આ શો સાથે જોડાયેલી હતી. જ્યાં સુધી મારો આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો નથી. ત્યાં સુધી આ બાબતે કાંઇ બોલી શકું નહીં.''

ઉલ્લેખનીય છે કે, આસિત મોદીએ થોડા સમય પહેલાં સ્પષ્ટતા કરી હતી કે તે નવી દયાબેન ગડા શોધી રહ્યા છે. દયાબેન વગર આ શોનો પરિવાર અધુરો છે. અમે દિશાને ઘણી રજાઓ ભોગવવા આપી, પરંતુ હવે અમે વધુ રાહ જોઇ શકીએ એમ નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UVZKqY
via Latest Gujarati News

Post a Comment

0 Comments