
નવી દિલ્હી,તા.25.એપ્રિલ 2019, ગુરુવાર
બોલીવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે પીએમ મોદીના કરેલા ઈન્ટરવ્યૂની ચારે તરફ ચર્ચા છે.
આ ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે નરેન્દ્ર મોદીના અંગત જીવન અને તેમની પસંદ-નાપસંદને લગતા સવાલો જ વધારે પૂછ્યા હતા.જેની પાછળનુ કારણ અક્ષય કુમારે હવે જણાવ્યુ છે.
અક્ષય કુમારે કહ્યુ છે કે, ઈન્ટરવ્યૂ પહેલા હું બહુ નર્વસ હતો.મને એ વાતનો ડર નહોતો લાગતો કે મારે પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ કરવાનો છે પણ મારા માટે ઈન્ટરવ્યૂ લેવાનુ કામ નવુ હતુ.જોકે પીએમ મોદીમાં એક ક્ષમતા છે કે, તે સામેની વ્યક્તિને સહજ કરી દે છે.હું તેમને સરકાર અને નીતિઓ અંગે સવાલ પૂછી શકુ તેમ નહોતો.તે કામ તો પત્રકારોનુ છે.હું તેમને એવા સવાલ પૂછવા માંગતો હતો કે જેની સાથે લોકો પોતાને જોડી શકે.
અક્ષયે કહ્યુ હતુ કે, મેં તેમને પૂછ્યુ હતુ કે,તમે કેરી ખાઓ છો?હવે આ સવાલને કેટલાક લોકો ફાલતૂ પણ કરી શકી છે.પણ ખરેખર આ જાણવા માંગતો હતો.મોદી સ્પોર્ટસ જોવા માટે સમય નથી ફાળવી શકતા.નહીતર હું તેમને પૂછત કે વર્લ્ડ કપમાં આ વખતે કોણ જીતશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GvBIcn
via Latest Gujarati News
0 Comments